India Post GDS Recruitment 2025: પોસ્ટ વિભાગમાં 21413 જગ્યા માટે બમ્પર ભરતી, પોસ્ટ વિભાગમાં બમ્પર ભરતી

By admin

Published On:

Follow Us
India Post GDS Recruitment 2025 પોસ્ટ વિભાગમાં 21413 જગ્યા માટે બમ્પર ભરતી
WhatsApp Group Join Now

India Post GDS Recruitment 2025: પોસ્ટ વિભાગમાં બમ્પર ભરતી, ભારતીય પોસ્ટ વિભાગે સમગ્ર દેશમાં 23 રાજ્યમાં ગ્રામીણ ડાક સેવકોની 21413 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 03 માર્ચ 2025 સુધીમાં સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને અરજી કરી શકે છે. જેમાં 1203 ખાલી જગયા ગુજરાત માટે છે. તેમજ ઉત્તરપ્રદેશ માટે 3004, બિહારમાં 783, છત્તીસગઢમાં 638, મધ્ય પ્રદેશમાં 1314 જગ્યાઓ ખાલી છે.

10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 10માં મેળવેલા ગુણના આધારે મેરિટ બનાવવામાં આવશે. ગ્રામીણ ડાક સેવકની આ ભરતી અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ માસ્તર, મદદનીશ શાખા પોસ્ટ માસ્તર, ડાક સેવકની જગ્યાઓ ભરવામાં આવશે. તમે 6 માર્ચથી 8 માર્ચ 2025ની વચ્ચે ફોર્મમાં સુધારો કરી શકશો.

India Post GDS Recruitment 2025

સંસ્થાનું નામઈન્ડિયા પોસ્ટ – ઈન્ડિયા પોસ્ટલ સર્કલ
ખાલી જગ્યાઓ21413
અરજી પ્રક્રિયાONLINE
છેલ્લી તારીખ3 MARCH 2025
WEBSITEhttps://indiapostgdsonline.gov.in/

કયા રાજ્યમાં અને કઈ ભાષામાં કેટલી પોસ્ટ?

રાજ્યખાલી જગ્યાઓભાષા
ઉત્તર પ્રદેશ3004હિન્દી
ઉત્તરાખંડ 568 હિન્દી
બિહાર 783હિન્દી
છત્તીસગઢ638હિન્દી
દિલ્હી 30હિન્દી
રાજસ્થાન NAહિન્દી
હરિયાણા 82હિન્દી
હિમાચલ પ્રદેશ331હિન્દી
જમ્મુ/કાશ્મીર 255હિન્દી/ઉર્દુ
ઝારખંડ 822હિન્દી
મધ્ય પ્રદેશ 1314હિન્દી
કેરળ 1385મલયાલમ
પંજાબ 400પંજાબી/અંગ્રેજી/હિન્દી
મહારાષ્ટ્ર 25કોંકણી/મરાઠી
ઉત્તર પૂર્વીય 1260બંગાળી/હિન્દી/અંગ્રેજી/મણિપુરી/અંગ્રેજી/મિઝો
ઓડિશા 1101ઉડિયા
કર્ણાટક1135કન્નડ
તમિલનાડુ 2292તમિલ
તેલંગણા 519તેલુગુ
આસામ 1870આસામી/અસોમિયા/બંગાળી/બાંગ્લા/બોડો/હિન્દી/અંગ્રેજી
ગુજરાત 1203ગુજરાતી
પશ્ચિમ બંગાળ923બંગાળી/હિન્દી/અંગ્રેજી/નેપાળી
આંધ્ર પ્રદેશ1215તેલુગુ

પોસ્ટ વિભાગમાં અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ

કુલ 21,413 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ પદો દેશના જુદા જુદા રાજ્યોમાં ભરવામાં આવે છે. અરજીની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ સુધી રહેશે.

પોસ્ટ વિભાગમાં અરજી ફી કેટલી?

જનરલ અને ઓબીસી કેટેગરીના અરજદારોએ 100 રૂપિયાની અરજી ફી જમા કરાવવાની રહેશે. જ્યારે SC, ST અને વિકલાંગ ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

વય મર્યાદા AGE LIMIT

  • ન્યૂનતમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ.
  • મહત્તમ વય મર્યાદામાં અનુસૂચિત જાતિને પાંચ વર્ષની અને OBC વર્ગને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

અરજી કરનાર ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, અરજદારને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને સ્થાનિક ભાષાની સમજ હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. OBC કેટેગરી માટે મહત્તમ વય મર્યાદામાં 3 વર્ષ, SC અને ST માટે 5 વર્ષ અને વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ આપવામાં આવી છે.

  • ગણિત અને અંગ્રેજી સાથે 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
  • તમે જે રાજ્ય માટે અરજી કરી રહ્યા છો તેની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે.
  • ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. સાયકલ ચલાવતા પણ આવવું જોઈએ.

પગાર ધોરણ (પોસ્ટ મુજબ)

  • BPM માટે 12,000 રૂપિયાથી -29,380 રૂપિયા.
  • ABPM/ડાક સેવક માટે 10,000 રૂપિયાથી -24,470 રૂપિયા

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની ઓનલાઈન સબમિટ કરેલી અરજીઓના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરીને પસંદગી કરવામાં આવશે.
  • ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને કોઈ પસંદગી આપવામાં આવશે નહીં. અંતિમ પસંદગી 10માં મેળવેલા માર્કસના આધારે કરવામાં આવશે.
  • જનરલ અને ઓબીસી કેટેગરી માટે અરજી ફી – 100.
  • એસસી, એસટી અને તમામ કેટેગરીની મહિલાઓ માટે કોઈ ફી નથી.

પોસ્ટ વિભાગમાં આ રીતે કરો અરજી

  • સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ એપ્લાય લિંક પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટ્રેશન કરો અને અરજી ફોર્મ ભરો.
  • ડોક્યુમેન્ટસ અપલોડ કરો અને ફી જમા કરો.
  • એકવાર ક્રોસ ચેક કરો અને સબમિટ કરો.
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment