Ration Card Reactive Process: બંધ થયેલું રેશન કાર્ડ ફરીથી ચાલુ કરો ફક્ત 10 દિવસમાં

By admin

Published On:

Follow Us
Ration Card Reactive Process બંધ થયેલું રેશન કાર્ડ ફરીથી ચાલુ કરો ફક્ત 10 દિવસમાં
WhatsApp Group Join Now

Ration Card Reactive Process: સરકાર દ્વારા આપવામાં આવતા રાશન કાર્ડ થકી જરૂરિયાતમંદ લોકોને ફ્રી રાશનનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત Ration Card સરકારી પુરાવા તરીકે પણ માન્ય ગણાય છે. જો કે લાંબા સમયથી ઈન-એક્ટિવ તેમજ કે.વાય.સી. ના કરાવ્યું હોય સહિત અન્ય કારણોસર ફૂડ વિભાગ દ્વારા રાશન કાર્ડ કેન્સલ કરી દેવામાં આવે છે. જો કે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે આપને તમારું રદ્દ થઈ ગયેલું રાશન કાર્ડ ફરીથી એક્ટિવ કરવાની પ્રોસેસ વિશે વિગતવાર જણાવીશું.

Ration Card Reactive Process

સૌ પ્રથમ તો આપણે એ જાણવું પડશે કે, આપણું Ration Card ક્યા કારણોસર બંધ કરવામાં આવ્યું છે? જે બાદ જ આપણે તેને ફરીથી ચાલુ કરાવી શકીશું. રાશન કાર્ડ બંધ થવા પાછળ કેટલાક કારણો જોઈએ તો, આધાર કાર્ડ સાથે લિન્ક ના કરાવ્યું હોય, KYC પુરું ના કરાવ્યું હોય, રહેઠાણ બદલવા છતાં રાશન કાર્ડ અપડેટ ના કરાવવું, લાંબા સમય સુધી રાશનનો લાભ ના લીધો હોય તેમજ ગેરકાયદેસર રીતે રાશન કાર્ડ બનાવવું વગેરે…

બંધ થઈ ગયેલું રાશન કાર્ડ ફરીથી શરૂ કરાવવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

બંધ થઈ ગયેલું Ration Card ફરીથી શરૂ કરાવવા માટે તમારી પાસે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વૉટર આઈડીની ફોટો કૉપી, તમારા પાસપોર્ટ સાઈઝના બે ફોટા, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો અને સોગંધનામાની જરૂર પડશે.

રાશન કાર્ડ કેવી રીતે એક્ટિવ કરવું?

આ માટે તમારે તમારા ઘરની નજીક આવેલ ફૂડ વિભાગની ઑફિસ પર જવું પડશે. જ્યાંથી રાશન કાર્ડને ફરીથી શરૂ કરવા માટેનું ફોર્મ મેળવવું પડશે. આ ફોર્મ તમને ઓનલાઈન ફૂડ વિભાગની સત્તાવાર વેબસાઈટથી પણ મળી શકે છે.

આ ફોર્મમાં દર્શાવ્યા પ્રમાણે ધ્યાન પૂર્વક વિગતો ભરવાની રહેશે. જેમકે રાશન કાર્ડનો નંબર, પરિવારના સભ્યોના નામ અને ઉંમર વગેરે. આ ફોર્મ ભર્યા બાદ નીચે તમારે સહી કરવાની રહેશે. જે બાદ ફોર્મ સાથે ઉપર જણાવેલા ડૉક્યુમેન્ટની કૉપી એટેચ કરવી પડશે. હવે આ ફોર્મ સહિતના ડૉક્યુમેન્ટ તમારે ફૂડ વિભાગની ઑફિસમાં જઈને જમા કરાવવું પડશે.

તમે ફોર્મ સબમીટ કરશો, તે બાદ ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા વેરિફાઈ કરવામાં આવશે. જો અધૂરી કે ખોટી વિગતો ફોર્મમાં હશે, તો તે રદ્દ કરી દેવામાં આવશે, પરંતુ જો તેમને બધુ વ્યવસ્થિત જણાશે, તો ફોર્મ ભર્યાના 7 થી 10 દિવસમાં તમારું રાશન કાર્ડ ફરીથી એક્ટિવ એટલે કે શરૂ થઈ જશે.

અહીં એક વાતનું ધ્યાન રાખશો કે, રાશન કાર્ડ માત્ર જરૂરિયાતમંદ લોકોનું જ બને છે. જો તમે તે કેટેગરીમાં નહીં આવતા હોવ, તો તમારું રાશન કાર્ડ રદ્દ કરી દેવામાં આવશે. આ ઉપરાંત દર 5 વર્ષે રાશન કાર્ડને રિન્યૂ કરાવવાનું ભૂલતા નહીં.

Ration card E-KYC કરવા માટેના પગલાં:

  • સૌપ્રથમ google play store માંથી my Ration app ડાઉનલોડ કરો.
  • જેના નામનું રાશનકાર્ડ છે તેમનો મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઓટીપી આવશે તે દાખલ કરો તેનાથી વેરીફાઈ કરો.
  • ત્યારબાદ પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો તેમજ રાશનકાર્ડ સાથે લીંક કરો.
  • પછી હોમ પેજ પર જાવ અને આધાર કેવાયસી ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ એક નવો વિન્ડો ઓપન થશે જેમાં આધાર ફેસ રીડર ની લીંક આપેલ હશે. સૌપ્રથમ આધાર ફેસ રીડર એપ્લિકેશન google play store માંથી ડાઉનલોડ કરી લો.
  • હવે નીચે ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
  • ત્યારબાદ નવો વિન્ડો ઓપન થશે. તેની નીચે કોડ હશે તે બાજુના ખાનામાં દાખલ કરો. ત્યારબાદ તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે તેનો નંબર તથા કાર્ડના સભ્યોની વિગત દેખાશે.
  • હવે એક નાનો વિન્ડો ઓપન થયો હશે જેમાં કાર્ડના સભ્યોની વિગત અને દરેક નામ સામે e-kyc થયું છે કે નહીં તે દેખાશે.
  • જે નામ સામે NO દેખાય છે તે નામને e-kyc માટે પસંદ કરો.
  • હવે જે વિન્ડો ઓપન થયો તેમાં ચેકબોક્સ પર ક્લિક કરો અને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો.
  • આધાર ફેસ રીડર એપ ચાલુ થશે જે વ્યક્તિનું વેરીફાઇ કરવાનું છે તેની સેલ્ફી લેવી જે એક ગ્રીન કલર માં રાઉન્ડ થવું જરૂરી છે.(આંખને પલકાવવી જરૂરી છે)
  • ગ્રીન રાઉન્ડ થઈ ગયા બાદ જે વ્યક્તિનું e-kyc કર્યું છે તે વ્યક્તિની ડીટેલ આવશે.
  • ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમીટ કરી દો. હવે સક્સેસફુલ મેસેજ આવશે.
  • આમ તમારું રાશનકાર્ડ એ કેવાયસી સક્સેસફૂલી થઈ જશે.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment