વિદ્યાસહાયક ભરતી 2022: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર
દ્વારા 2600 શિક્ષક સહાયકોની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ધોરણ 1 થી
5 સુધી 1000 અને ધોરણ 6 થી 8 માં વિષય મુજબ જેમ કે ગણિતમાં 750, ભાષામાં 250 અને
સામાજિક વિજ્ઞાનમાં 600 જગ્યાઓ ભરવામાં આવશે અને ધોરણ 1 થી 8 સુધી કુલ 2600 જગ્યાઓ
પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી
ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

વિદ્યાસહાયક ભરતી 2022
વિભાગનું નામ ગુજરાત શિક્ષણ વિભાગ પોસ્ટનું નામ વિદ્યાસહાયક કુલ ખાલી જગ્યાઓ 2600 અરજી પ્રક્રિયા ઓનલાઇન જાહેરાત પ્રકાશન તારીખ 11 ઓક્ટોબર 2022
સત્તાવાર વેબસાઇટ vsb.dpegujarat.in
વિષય |
સામાન્ય ભરતી |
ઘટ ભરતી |
કુલ જગ્યાઓ |
ધોરણ 1 થી 5 |
961 |
39 |
1000 |
ગણિત વિજ્ઞાન |
403 |
347 |
750 |
ભાષાઓ |
173 |
77 |
250 |
સામાજિક વિજ્ઞાન |
387 |
213 |
600 |
કુલ |
1924 |
676 |
2600 |
વિદ્યાસહાયક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક માટે:-
- શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછી HSC પાસ અને
- તાલીમી લાયકાત: PTC અથવા D.EL.Ed (બે વર્ષ)
- ચાર વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ની ડીગ્રી (B.EL.Ed) અથવા
- બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશિયલ એજ્યુકેશન)
- તેમજ TET I પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.
ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયક માટે:-
- ધોરણ 12 પાસ,બી.એ, બી.એડ, બી.એસ.સી તેમજ વિષય પ્રમાણે ની ડીગ્રી અને TET 2 ની પરીક્ષા વર્ષ 2011 થી અત્યાર સુધી 60% ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ અને વિકલાંગતા ના કિસ્સામાં 55% સાથે પાસ કરેલ હોવી જોઈએ.
વય મર્યાદા
ધોરણ 1 થી 5 માટે 18 થી 33 વર્ષ
ધોરણ 6 થી 8 માટે 18 થી 35 વર્ષ
ગુજરાત વિદ્યાસહાયક ભરતી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 11 ઓક્ટોબર 2022 થી સત્તાવાર વેબસાઇટ vsb.dpegujarat.in પરથી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
વિદ્યાસહાયક ભરતી 2022 પસંદગી પક્રિયા
ઉમેદવારોની પસંદગી અંતિમ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે. આ માટે તબક્કાવાર અને કેટેગરી મુજબ મેરીટ જાહેર કરવામાં આવશે.
ગુજરાત વિદ્યાસહાયક પગાર ધોરણ
વિદ્યાસહાયકો ને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ.19950/- ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે.