Veer Mandhata History | કોળી સમાજ ના શ્રી માંધાતા નો ઈતિહાસ | અને કોળી સમાજ ના પ્રથમ રાજા ઈશ્વાકુ | જય માંધાતા કોળી સમાજ નો ઈતિહાસ | સમસ્ત કોળી સમાજ ગુજરાત | ભાવનગર : વીર માંધાતા કોલી સમાજ સંગઠન
કોળી રાજા | કોળી સમાજ ગુજરાત | કોળી સમાજ ની અટક | કોળી પટેલ સમાજ | કોળી રાજપૂત | કોળી દરબાર | વીર માંધાતા કોળી સમાજ | કોળી ક્ષત્રિય | કોળી કુળ | કોળી સમાજ વિષે,
આજથી (વિક્રમ સંવત ૨૦૬૮,અને ઈ.સ.૨૦૧૨ થી) આશરે.ચાર અબજ અને બત્રીસ કરોડ વર્ષ પહેલાં સમગ્ર બ્રહ્માંડના એક ગ્રહ,એવા “પૃથ્વી ગ્રહ”નું નિર્માણ થયું હતું. યુગો યુગો પછી (વિક્રમ સંવત ૨૦૬૮,અને ઈ.સ.૨૦૧૨થી) – ૧૯, ૫૫,૮૮,૧૧૩ વર્ષ પહેલાં પૃથ્વી ગ્રહ પર જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ હતી. જેમાં પહેલો જીવ “અમીબા” અને “શેવાળ ના નામથી ઓળખાતી વનસ્પતિ ઉત્પન્ન થઈ હતી. ત્યારબાદ બીજો જીવ જેલફીશ એટલે કે “હાડકાં વગરની માછલી ઉત્પન્ન થઈ હતી. કાળક્રમે પૃથ્વીગ્રહ પર એક બીજા પર આધારિત અન્ય જીવસૃષ્ટિ ઉત્પન્ન થયાની કથાઓ પ્રચલિત છે.
માનવજીવની ઉત્પત્તિની કથા જોઈએ તો, આજથી (વિક્રમ સંવત ૨૦૬૮ અને ઈ.સ.૨૦૧૨ થી) ૩૮,૯૩,૧૧૪ વર્ષ પહેલાં પૃથ્વીગ્રહ પર પ્રથમ માનવજીવ ઉત્પન્ન થયાની શક્યતાઓ છે.સમગ્ર બ્રહ્માંડમાં પ્રથમ માનવજીવ ઉત્પન્ન કરનાર પરમપિતા બ્રહ્માજી છે,એવું આધ્યાત્મિક જ્ઞાનનું વિજ્ઞાન કહે છે.આધ્યાત્મિક વિજ્ઞાનના જ્ઞાન મુજબ પરમપિતા બ્રહ્માજીની દરેક પેઢીમાં એક અથવા એકથી વધારે પુત્રો થઈ ગયા. અને તેમનો વંશ પણ ચાલ્યો હતો.પરંતુ દરેક પુત્રની વંશાવળી લખવી એ ખૂબ ટિલ કાર્ય છે. જેથી દરેક પેઢીના પ્રથમ અથવા પ્રતાપી પુત્રને વંશજ ગણી, તેનાથી જ વંશાવળી આગળ વધારવામાં આવે છે.
પરમપિતા બ્રહ્માજીએ પૃથ્વીગ્રહ ૫૨ સૌ પ્રથમ પાંચ માનસપુત્રો ઉત્પન્ન કર્યા હતા. આ પાંચ માનસપુત્રોમાં એક પુત્રનું નામ મરીચિ હતું. મરીચિના બે પુત્રો હતા. જેમાં એક પુત્રનું નામ અત્રિ હતું અને બીજ પુત્રનું નામ કશ્યપ હતું. અત્રિના પુત્રનું નામ ચંદ્ર હતુ અને આ ચંદ્ર થકી ચંદ્રવંશ ચાલ્યો હતો. કશ્યપના પુત્રનું નામ સૂર્ય હતું. અને આ સૂર્ય થકી સૂર્યવંશ ચાલ્યો હતો. એટલે કે સમગ્ર પૃથ્વી પર માત્ર અને માત્ર ચંદ્રવંશ અને સૂર્યવંશની પ્રજા જ અસ્તિત્વ ધરાવતી હતી. અન્ય કોઈ પણ પ્રકારની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનું અસ્તિત્વ જ નહોતું.
એ સમયે પૃથ્વી પર સતયુગચા લતો હતો. આ સતયુગના માણસોનું આયુષ્ય હજારો વર્ષોનું હતું. જાણે કે મૃત્યુ હતું જ નહીં. આ સમયના બધા જ માણસો દેવ એટલે કે ભગવાન કહેવાતા હતા. આ સમયના જે લોકો દૈવીશક્તિનો વિરોધ કરતા હતા,તેમને દાનવ એટલે કે “રાક્ષસ” કહેવામાં આવતી હતી, હવે આપણે મૂળ ગાથા, એટલે કે સૂર્યવંશી ની પૌરાણિક કથા (પેઢી) આગળ વધારીએ તો, પરમપિતા બ્રહ્માજીના પુત્ર મરીચિ હતા. મરીચિના પુત્ર કશ્યપ હતા કશ્યપના પુત્ર વિવસ્વાન હતા. આ વિવસ્વાનને સૂર્ય કહેવામાં આવે છે. અને આ સૂર્ય થકી સૂર્યવંશ ચાલ્યો હતો. આ સૂર્યના પુત્ર મન હતા. મનુને તેની પત્ની શતરૂપા દ્વારા દશ પુત્રો થયા હતા. આ દશ પુત્રોમાં “ઈશ્વાકુ વધુ પ્રસિદ્ધ થયા હતા.
મહારાજા ઈક્વાકુ સમગ્ર પૃથ્વીના અધિપતિ હતા. આ સમયે પૃથ્વી પર સતયુગના સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષો પૂરા થયા હતા. અને “ત્રેતાયુગ” શરૂ થયો હતો. ત્રેતાયુગની શરૂઆતમાં એટલે કે મહારાજા ઈવાકુના સમયમાં કોઈપણ પ્રકારની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનું અસ્તિત્વ નહોતું એટલે કે જાતિભેદ નહોતો. પરંતુ પૃથ્વી પર માનવ વસવાટમાં વધારો થતા વહીવટી સરળતા ખાતર મહારાજા ઈવાકુએ સમગ્ર પૃથ્વીને અલગ-અલગ ભાગમાં વિભાજિત કરી હતી. વેદો અને પુરાણોની રચના થયા બાદ મહારાજા ઈક્વાકુ દ્વારા અલગ-અલગ ભાગમાં વિભાજિત થયેલ ધરતી પરના દરેક ભાગના વહીવટ માટે મહારાજા ઈક્વાકુએ તેમના વારસદારોની નિમણુક કરી હતી. અને આ વારસદારોને “રાજા”ની ઉપાધિ આપી હતી. એટલે કે “દેવયુગ” એવો “સતયુગ” પૂરો થયો હતો. અને રાજા યુગ” એવો “ત્રેતાયુગ” ચાલી રહ્યો હતો. આ ધરતી પર “રાજા” તરીકે મલ્લ, જનક, વિદેહ, કોલીય, મૌર્ય, લિચ્છવી, જ્ઞાત્રિ, વજી અને શાક્ય એમ નવ ઈવાકુ “સૂર્યવંશી ક્ષત્રિય” વંશજોનું વિવિધ ભાગમાં શાસન (રાજય) ચાલતું હતું
હિમાલયની આજુ બાજુના ભાગ હિન્દુસ્તાનમાં અન્ય રાજાઓની સાથે સાથે ઈશ્વાકુના “કોલીય” વંશના રાજાઓ પણ રાજ કરતા હતા. કોળી સમાજની પૌરાણિક કથા મુજબ “સૂર્યવંશી ક્ષત્રિય કોળી સમાજ”ના વંશજોની વંશાવળી (પેઢીનામા)માં મહારાજા ઈવાકુને પ્રથમ વંશજ (પ્રથમ પેઢી) માનવામાં આવે છે. એટલે કે આજનો સમસ્ત કોળી સમાજ, મહારાજા ઈવાકુના “કોલીય વંશ”ના “સુર્યવંશી ક્ષત્રિયો” છે. મહારાજા ઈશ્વાકુથી શરૂ થયેલ “કોલીય વંશ”ની ગાથા આગળ જોઈએ.
સૂર્યવંશી ક્ષત્રિય કોળી સમાજના પ્રથમ વંશજ મહારાજા ઈવાકુને પરમપિતા બ્રહ્માજીએ ગીતા”નું જ્ઞાન આપ્યું હતું. જ્ઞાની, દાની અને પરાક્રમી એવા, સમસ્ત કોળી સમાજના વડવા મહારાજા ઈક્વાકુના સૂર્યવંશી ક્ષત્રિય વંશના કુળવાન લોકો એટલે કે કોલીય વંશની સત્તરમી પેઢીમાં યુવનાશ્વ નામના પ્રતાપી રાજાનો જન્મ થયો હતો. જેમણે સમગ્ર હિન્દુસ્તાન ખંડમાં સુવ્યવસ્થિત શાસન કર્યું હતું. યુવનાશ્વ રાજાએ મોહેંજો દડો-સંસ્કૃતિની શરૂઆત પણ કરી હતી. આ જ સમયે ઈક્વાકુના અન્ય સૂર્યવંશી ક્ષત્રિય”વંશના વારસદારો તથા ચંદ્રવંશના અન્ય વારસદારો લાલસમુદ્ર, કાળોસમુદ્ર અને કેસ્પિયન મહાસાગર જેવા બીજા ભાગમાં રાજ કરતા હતા. ત્યાંની કુદરતી આફતોથી પરેશાન થઈને, આ લોકો હિન્દુસ્તાનમાં સ્થળાંતર કરવા લાગ્યા હતા ઈશ્વાકુ વંશના અન્ય સૂર્યવંશી ક્ષત્રિય પોતાના કુટુંબ કબીલા સાથે હિન્દુસ્તાનમાં રહેવા આવ્યા હતા. હિન્દુસ્તાનના જે રાજાઓએ વિરોધ કર્યો તેઓને હરાવીને દક્ષિણ ભાગમાં ધકેલી દીધા હતા. હિન્દુસ્તાનમાં મૂળ રહેવાસી એવા કોલીય (કુળવાન) વંશના રાજા યુવનાશ્વ’ સાથે મિત્રતા કરી રાજ કરતા હતા.
કોલીય કુળવાન) વંશના “યુવનાશ્વ રાજા”ની સંક્ષિપ્ત પૌરાણિક કથા જોઈએ તો, અયોધ્યાના રાજા યુવનાશ્વને કોઈ સંતાન ન હતું. વંશજ (સંતાન) પ્રાપ્તિ માટે યુવનાશ્ચરાજાએ ઋષિ દ્વારા યજ્ઞ કરાવ્યો હતો. યજ્ઞની પ્રસાદી રૂપે મંત્રેલા પાણીથી ભરેલો ઘડો રાત્રીના સમયે રાજાના શયનખંડમાં મૂકાવ્યો હતો અને આ મંત્રેલ પાણી વહેલી સવારના પહોરમાં રાણી રૂપમતીને પીવડાવવા ઋષિએ જણાવ્યું હતું. રાત્રીના સમયે રાજાને તરસ લાગતા તે પાણી પીવા ઊભા થયા અને ઊઘમાં મંત્રેલા પડાનું પાણી પી ગયા, સમયાંતરે રાજાનું પેટ ચીરીને બાળકનો જન્મ કરાવ્યો આ દિવસ મકરસક્રાંતિ” એટલે કે “ઉત્તરાયણ’’નો હતો, દેવરાજ ઇન્દ્રને આ વાતની જાણ થતાં તેઓ બાળકને જોવા આવ્યા હતા. અને બાળકની ખાવાપીવાની બાબતે સવાલ કર્યો હતો.
જેનું નિરાકરણ લાવવા ઈન્દ્રરાજાએ પોતાની અનામિકા આંગળી બાળકના મોમાં મૂકીને કહ્યું મા દયા રસ્તી (માધવડાવે છે). આંગળી ચૂસીને અને ઈન્દ્રદેવની કામધેનુ ગાયનું દૂધ પીને ઉછેર કરાયેલા આ બાળકનું નામ માંધાતા રાખવામાં આવ્યું હતું. ઈન્દ્રએ માંધાતાને કંદયુદ્ધ કલાનું શિક્ષણ અને તૂટે નહીં તેવું અજગવ ધનુષ્ય આપ્યું હતું. દેવરાજ ઈન્દ્ર દ્વારા મળેલ ઉચ્ચશિક્ષણના માધ્યમથી તથા પોતાની તાકાત અને પરાક્રમથી કોલીય રાજા માંધાતાએ અયોધ્યામાં રાજ કરી સમગ્ર પૃથ્વી પરના બધા રાજાઓને પરાજિત કર્યા હતા. જેથી તેમને મહાન કોલીય રાજા નું બિરુદ મળ્યું હતું. રાજા માંધાતાએ સમગ્ર હિન્દુસ્તાનમાં પથ્થરયુગની મોહેંજો-દડો-સંસ્કૃતિનો શિસ્તબદ્ધ વિકાસ અને વિસ્તાર કર્યો હતો. મહાન કોલીય રાજા માંધાતાના ત્રેતાયુગના આ સમયમાં કોઈપણ પ્રકારનો સંવત, યુગાબ્દ, તિથિ કે તારીખ અમલમાં નહોતા. માત્ર સૂર્યની ગતિને ધ્યાનમાં લઈ સમય અને તહેવારો નક્કી થતા હતા. સૂર્યની ગતિ પ્રમાણે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થયેલ દિવસ “મકરસક્રાંતિ ઉત્તરાયણકે ખીહર ના નામથી ઉજવવામાં આવે છે. ખરેખર તો આ દિવસ કોળી સમાજના મહાન પૂર્વજ રાજા માંધાતાનો પ્રાગટ્ય દિવસ છે. આ માંધાતાના લગ્ન ચંદ્રવંશી રાજાની દીકરી બિન્દુમતી સાથે થયા હતા.મકરસક્રાંતિના પવિત્ર દિવસે જન્મેલા દાનવીર, શૂરવીર, પરાક્રમી, ચક્રવર્તી, મહાન કોલીય રાજા માંધાતાની કથા આગળ જોઈએ. કોલીય રાજા માંધાતાના સમયે “ચંદ્રવંશ”ની સત્યાવીસમી પેઢીના રાજા દુષ્યન્તનું શાસન પણ હિન્દુસ્તાન ખંડમાં હતું.
રાજા દુષ્યન્તના ભાઈ સુધુમ્ન પ્રતિષ્ઠાનપુર પર શાસન કરતા હતા. પ્રતિષ્ઠાનપુરને પ્રયાગ, કાશી, બનારસ, વારાણસી જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. કોલીય સૂર્યવંશી ક્ષત્રિય રાજા માંધાતાએ ચંદ્રવંશના રાજા સુધુમ્નનું પ્રતિષ્ઠાનપુર જીતી લીધું હતું. ઈશ્વાકુના અન્ય “સૂર્યવંશી ક્ષત્રિય” વંશની બારમી પેઢીમાં રાજા પ્રમોદ (પ્રોતથઈ ગયા. રાજા પ્રધોતની પાંચમી પેઢીમાં રાજા વર્ધન થઈ ગયા. રાજા વર્ધનના પુત્રનું નામ “શિશુનાગ” હતું. આ શિશુનાગે “નાગવંશ”ની થાપના કરી હતી.
કેસ્પિયન મહાસાગર કે જેને પુરાણમાં “ક્ષીરસાગર” કહેવામાં આવ્યો છે,ત્યાં શિશુનાગનું રાજ્ય હતું. આ શિશુનાગને પુરાણમાં “તક્ષકનાગ” થી ઓળખવામાં આવે છે. નાગવંશની ઉત્પત્તિ વિષે બીજી પણ અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દક્ષ રાજાની “કદ્ધ” નામની એક કન્યાના વિવાહ “કશ્યપઋષિ” સાથે થયા હતા. કશ્યપ અને કદ્ધ થકી એક હજાર “સર્પ” ઉત્પન્ન થયા હતા. આ પુત્રો થકી ઘણા “નાગવંશો” અસ્તિત્વમાં આવ્યા હતા. કશ્યપઋષિના આ નાગવંશોમાં અનંત, વાસુકી, તક્ષક, કર્કોટક, પદ્મ, મહાપહ્મ, શંખ અને કલિક જેવા નાગવંશીઓ ખૂબ જાણીતા થયા છે. આ સાથે “નાગવંશો” ના રાજાઓ પણ હિન્દુસ્તાન ખંડમાં આવ્યા હતા. જેઓ મગધ, કૌશલ, ગોરખપુર, કાશી (પ્રતિષ્ઠાનપુર) તથા સમગ્ર હિન્દુસ્તાન ખંડના નાના નાના રાજયોમાં ફેલાઈ ગયા હતા.
રાજા માંધાતાએ પ્રતિષ્ઠાનપુર જીતી લીધા બાદ ત્યાંના “તક્ષકનાગવંશ”ના રાજાની નાગકન્યા સાથે લગ્ન કર્યા હતા. કોલીય રાજા માંધાતા અને નાગ કન્યાથી ઉત્પન્ન થયેલ વંશજ પ્રતિષ્ઠાનપુર (કાશી) માં નાગવંશી કોલીય’ ના નામે રાજ કરતા હતા, માંધાતા સાથે ‘પૃથ્વી એ વસુંધરા”ના નામથી સ્ત્રીરૂપ ધારણ કરી લગ્ન કર્યાં હતાં પૃથ્વી માંધાતાને પત્નીના રૂપમાં વરી હતી. એટલે કે મહાન કોલીય રાજા માંધાતા “પૃથ્વીપતિ” હતા. એવું કહેવાય છે કે દાનવીર રાજા માંધાતાએ આ પૃથ્વીને “નવખંડ” ધરતીના રૂપમાં દાનમાં આપી દીધી હતી.
એક સમયે અજેય યોદ્ધા માંધાતાએ લવણાસુર રાક્ષસના રાજય પર ચડાઈ કરી હતી. માંધાતાને પરાજિત કરી શકાય તેમ નથી, તેવું જાણનાર લવણાસુર રાક્ષસે ચાલાકી કરી પોતાના જાસૂસ માંધાતાના લશ્કરમાં ગોઠવી દીધા. તક મળતાં આ જાસૂસોએ છળ-કપટથી રાજા માંધાતાનો વધ કર્યો હતો. આ દિવસે વરૂથિની એકાદશી હતી એટલે કે માંધાતાનો મૃત્યુ દિવસ વરુથિની એકાદશી તરીકે ઓળખાય છે. માંધાતા બાદ કોલીય નાગવંશમાં માંધાતાના મોટા પુત્ર “અંબરીષ” રાજા થયા હતા. માંધાતા પુત્ર મુજકુંદ પ્રથમ’ પણ રાજા થયા હતા. અંબરીષ બાદ કોલીય વંશમાં કોઈ શક્તિશાળી વંશજ થયો નહી, આમ કોલીય વંશના નબળા શાસનનો લાભ લઈ આર્ય રાજા દુષ્યન્તના પુત્ર “જડભરત” એ નાગવંશી કોલીય રાજાઓ પર સર્વોપરી સત્તા જમાવી દીધી હતી.
આર્ય રાજા “જડભરત”ના હુમલામાં હારેલ કોલી રાજા અને પ્રજા ધીરે ધીરે ઉત્તરાખંડથી દક્ષિણ તરફ સ્થળાંતર કરી ગઈ હતી. અમુક કોલીય રાજા અને પ્રજાએ આર્યોની શરણાગતિ સ્વીકારી, સંધિ કરી હિન્દુસ્તાનના ઘણા ભાગમાં પોતાની સત્તાનું સિંહાસન જાળવી રાખ્યું હતું. લાંબા સમય બાદ સમગ્ર હિન્દુસ્તાન ખંડમાં આર્ય રાજા “જડભરત”ની શાસન સ્થાપિત થઈ ગયું હતું. “સનાતન હિન્દુસંસ્કૃતિ”ના વેદ અને પુરાણ લખવાની શરૂઆત કરનાર આ જ આર્યો હતા. દેવી દેવતાના પૂજા-પાઠની શરૂઆત પણ આર્યોએ કરી, સાથે-સાથે સમાજમાં વર્ણવ્યવસ્થાનો કુરિવાજ પણ આ જ આર્યોએ બનાવ્યો હતો. કોલીય અને આર્યો ઈશ્વાકુ વંશની જ બે શાખાના સૂર્યવંશી ક્ષત્રિયો હતા. પરંતુ શક્તિશાળી આર્યોની સામે ઈતિહાસમાં રાજા માંધાતા સિવાય ખાસ કોઈ કોલીય રાજાઓની નોંધ લેવામાં આવી નથી. જેથી નાગવંશી કોલીય રાજા ઓની ક્રમાનુસાર વંશાવળી બનાવવી અશક્ય છે, જયારે આર્ય રાજા જડભરતના નામથી આપણા દેશનું નામ ”ભારત” રાખવામાં આવ્યું.
હજારો વર્ષો સુધી આય અને નાગવંશી કોલીય રાજા ઓ મિત્રતાપૂર્વક રાજ કરતા રહ્યા હતા, ઈશ્વાકુ આર્યવંશની સત્યાવીસમી પેઢીના રાજા સત્યવ્રત શરીર સાથે સ્વર્ગમાં ગયા હતા. રાજા સત્યવ્રત “ત્રિશંકુ’ના નામથી પ્રખ્યાત થયા હતા. સત્યવ્રત “ત્રિશંકુ”ના પુત્ર રાજા હરિશ્ચંદ્ર “સત્યવાદી રાજા.” તરીકે અમર થઈ ગયા. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના પુત્ર “રોહિતાશ્વ” સાથે પણ કોલીય રાજાઓને મિત્રતાના સંબંધો હતા.