WhatsApp Group
Join Now
Biporjoy cyclone Live Tracker: હાલ બિપોરજોય વાવાઝોડુ મજબૂત બની સિવિયર સાયકલોનીક સીસ્ટમમા માં ફેરવાઈ ગયું છે જેમાં પવનની ગતિ 120કિમી પ્રતિ કલાક જેટલી ચાલી રહી છે. જે હજુ 12 કલાકમાં આ સાયકલોનીક સીસ્ટમ મજબૂત બની વેરી સીવીયર સાયકલોનીક સ્ટોર્મ માં ફેરવાઈ જશે.
Biology cyclone Live Tracker
વાવાઝોડુ હાલ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જે આગળના બે દિવસ ઉત્તર અને થોડું ઉતરપશ્ચિમ તરફ ગતિ કરવાની શકયતા છે. ત્યાર બાદ ની સ્થિતિ ખાસ જોવાની રહેશે કે ડાયકેરક્ટ ઉતરપશ્ચિમ તરફ ટર્ન કરી ઓમાન સાઈડ જાય છે કે સતત ઉત્તર થી ઉતરપશ્ચિમ તરફ ગતિ કરી વધુ ઉપર આવે તે જોવુ ખાસ મહત્વનુ બની રહેશે.
જો સીધું ટર્ન લઈ ઓમાન બાજુ ફંટાઈ જશે તો ગુજરાત પર કોઈ અસરો નહિ થાય. વગર વરસાદે નહાઈ નાખવા જેવું થશે પરંતુ જો સીધુ ઉત્તર તરફ ગતિ કરે તો વરસાદ ગુજરાતમા વિવિધ જિલ્લાઓમા વરસાદ થઈ શકે છે.. હવે એ જોવુ ખાસ અગત્યનુ રહેશે કે બિપરજોય વાવાઝોડુ ક ઈ દિશા તરફ આગળ વધે છે.
વાવાઝોડાની તારીખવાઈઝ કેવી અસર થશે ?
વાવાઝોડાની આજે ક્યાં અને કેવી અસર થશે?
- પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પર 80 થી 100 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
- પશ્ચિમ મધ્ય અને દક્ષિણપૂર્વ અરબ સમુદ્રમાં પણ પવનની ઝડપ 100 કિમી જેટલી રહેશે.
- સાંજ સુધીમાં પવનની ઝડપ 125 કિમી થઈ શકે છે.
- ઉત્તર કેરળ-કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
8 જૂને વાવાઝોડાની કેવી અસર થશે?
- પવનની ઝડપ 125 કિમી સુધી થઈ શકે છે.
- સાંજના સમયે પવનની ઝડપ 145 કિમી જેટલી થવાની શક્યતા રહેલી છે.
- કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકિનારે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
9 જૂને વાવાઝોડાની કયા અને કેવી અસર થશે?
- મધ્ય અરબી સમુદ્ર પર 155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
- સાંજે પવનની ઝડપ 165 કિમી જેટલી થવાની શક્યતા છે.
- દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિમી જેટલી રહેવાની સંભાવના છે.
- કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
10 જૂને વાવાઝોડાની કયા અને કેવી અસર થશે?
- મધ્ય અરબી સમુદ્ર પર 145-155 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
- દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં 60 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.
- કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમા 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી
સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર પૂર્વતૈયારીઓ કરી રહ્યુ છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે. આ સાથે માછીમારોને દરિયા મા ન જવા સૂચના અપાઈ છે. ત્યારે વાવાઝોડા અંગે લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમણે કહ્યું કે વાવાઝોડું હાલ ગોવાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ સમુદ્રમાં 900 કિલોમીટર દૂર છે. જ્યારે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 1030 કિલોમીટર દૂર અને પોરબંદરથી વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં 1090 કિલોમીટરના દૂર સ્થિત થયુ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર વર્તાવાની શકયતાઓ છે. આવતીકાલે બપોરથી વાવાઝોડું વધારે ખતરનાક બનશે. 11 જૂન બપોર સુધી વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ સાથે આગળ વધવાની શકયતાઓ રહેલી છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઘણા જિલ્લાઓમા વરસાદ થઈ શકે છે. વાવાઝોડુ ગુજરાતને અસર કરશે તો તોફાની પવન સાથે વરસાદ આવી શકે છે.
બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસ અહીં ક્લિક કરો