Cyclone signal: ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી, કારણ કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે.
ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ મૂકાયા
Cyclone signal
વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 130 પ્રતિ કલાકની રહેશે
1 થી 11 નંબરના સિગ્નલ શું સૂચવે છે
- સિગ્નલ નંબર 1 એ વાવાઝોડાને લઈને ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે હવા તોફાની અથવા સપાટાવાળી છે જેમાંથી વાવાઝોડું થઈ જવા સંભવ છે.
- સિગ્નલ નંબર 2 એ વાવાઝોડા અંગે ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે વાવાઝોડું ઉદભવ્યું છે સિગ્નલ એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને ભયનો સામનો કરવો પડશે.
- સિગ્નલ નંબર 3 એ સાવચેતીની ચેતવણી આપે છે, સપાટાવાળા હોવાથી બંદર પર ભય રહ્યો હોવાનો સંકેત દર્શાવે છે.
- સિગ્નલ નંબર 4 એ ચેતવણી આપે છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ભારે તોફાની હવાનો અનુભવ થઈ શકે છે.
- સિગ્નલ નંબર 5 એ ભયજનક પરિસ્થિતિ સૂચવે છે, જેનો અર્થ થાય છે કે વાવાઝોડા થી બંદર ભયમાં છે, પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના કડક પગલાં લેવા જરૂરી છે.
- સિગ્નલ નંબર 6 એ ભયજનક પરિસ્થિતિ દર્શાવે છે પરંતુ તેનો અર્થ થાય છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર કિનારા તરફ ઓળંગવાની સંભાવનાઓ છે જેથી બંદરે ભારે તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે.
- સિગ્નલ નંબર 7 એ ભયનો સંકેત દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે સાધારણ જોરવાળું વાવાઝોડું બંદરની ઉપરથી પસાર થઈ શકે છે, જેના કારણે બંદર પર ભારે તોફાની હવાઓ અનુભવાય શકે છે.
- સિગ્નલ નંબર 8 એ મહાભયનું સંકેત આપે છે જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે.
- સિંગલ નંબર 9 દર્શાવે છે કે મહાભયની પરિસ્થિતિ છે, જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ કિનારો ઓળંગી શકે છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થતો હોય છે.
- સિગ્નલ નંબર 10 મહાભયજનક પરિસ્થિતિ દર્શાવે છે જેનો અર્થ છે ભારે ચોરવાળું વાવાઝોડું બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે, જેનાથી બંદરને ભારે તોફાની હવાઓનું અનુભવ થઈ શકે છે.
- સિંગલ નંબર 11 જે ખૂબ જ ભયાવ પરિસ્થિતિ દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે તમામ પ્રકાર ના સંદેશા વ્યવહાર બંધ થઈ ચૂક્યા છે, કોલાબા હવા ચેતવણી કેન્દ્ર સાથેના તાર વ્યવહાર ખોવાઈ ચૂક્યો છે, અને ખરાબ હવામાનનો ભય છે, સિગ્નલ નંબર ત્રણથી 11 દર્શાવે છે કે બંદર અને બંદરના વહાણો ભય છે.