રક્ષાબંધન વિશે નિબંધ | રાખડીની વિશેષતા

By Gujarati Masterji

Published On:

Follow Us
WhatsApp Group Join Now
રક્ષાબંધન વિશે નિબંધ | રાખડીની વિશેષતા |રક્ષાબંધનનો પરિચય | રાખડીનો ઇતિહાસ | રક્ષાબંધન વિશે લખાણ | રક્ષાબંધન નિબંધ, 

રક્ષાબંધન વિશે નિબંધ | રાખડીની વિશેષતા |રક્ષાબંધનનો પરિચય | રાખડીનો ઇતિહાસ,

 

raksha bandhan essay in gujarati

બની રહે પ્રેમ સદા, સંબંધ નો આ સાથ સદા

કોઈ દિવસ ના આવે આ સંબંધમાં દૂરી

રાખી લાવે  ખુશીઓ પુરી 

રક્ષાબંધનનો પરિચય

રક્ષાબંધન નો આ પર્વ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસનું વાતાવરણ આખા ભારતમાં જોવા યોગ્ય છે કેમ નહીં ભાઇ બહેનો માટે બનાવેલો આ ખાસ દિવસ છે રક્ષાબંધન એ ભાઈ બહેનોમાં પવિત્ર  પ્રેમનું પ્રતીક છે રક્ષાબંધન ની જેમ ભારતમાં ભાઇ બહેનોમાં પ્રેમ અને ફરજની ભૂમિકા વ્યક્ત કરવાનો એક દિવસ નથી પરંતુ રક્ષાબંધનના ઐતિહાસિક, અને ધાર્મિક મહત્વને લીધે આ દીવસ ખૂબ મહત્વનો બની ગયો છે,

રાખડીનો ઇતિહાસ

એક સમયે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ શરૂ થયું  યુદ્ધમાં હાલના પરિણામ રૂપે યુદ્ધમાં દેવતાઓ એ તેમનો સતાવાર લખાણ ગુમાવ્યું પોતાનું રાજ્ય પાછું મેળવવા ઇચ્છતા દેવરાજ ઈન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિ ની મદદ માટે પ્રયાસ શરૂ કર્યો તે પછી ભગવાન ગુરુ બૃહસ્પતિ શ્રાવણ  મહિનાની  પૂર્ણિમા નિ સવારે નિચેના મંત્ર  સાથે રક્ષા વિધાન કર્યું હતું 

  • ૐ येन बद्धो बलि राजा दानवेन्द्रो महाबल
  • तेन तवामपी बधनामी रक्षे मां चल मां चल

ઇન્દ્રાણીએ આ પુંજા માંથી નિકળેલ સૂત્ર ઇન્દ્રના હાથ માં પર બાંધી દીધું જેના કારણે ઇન્દ્રને યુદ્ધમાં વિજય મવ્યો અને તમનો ગુમાવેલો રાજ પાઠ ફરીથી મળ્યો તયાથી રક્ષાબંધનનો ઉત્સવ ઉજવવા માંડ્યો

રાખડીની વિશેષતા

રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓ અને

સંવેદનાઓનો તેહવાર હોય છે એક બંધન જે બે લોકોને પ્રતીક દોરા સાથે જોડે છે રક્ષાબંધન રક્ષણ આપવાના વચન નું પ્રતિક છે તેહવાર નું મહત્વ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે.  ભાઇ – બહેનના સંબંધોને મજબૂત બનાવે છે આ રાખડીનો દોરો પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે ભાઇને  તેની બહેનને કરેલા  વચનને યાદ અપાવે છે કે તે મુત્યુ સુધી રક્ષા કરશે 

પવિત્ર પ્રેમની સાક્ષી પુરતો તેહવાર એટલે રક્ષાબંધનના પવિત્ર અવસર નીમીત્તે 

  • હું મારી બહેનને વચન આપવા માગું છું કે
  • હું સુખમાં તારું સ્મિત બનીશ 
  • હું દુઃખ માં તારા આંસુ લુછીસ
  • હું પળ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે તારી સંગ રહીશ 
  • બહેન હું તારી રક્ષા કરીશ તું મારી ભુલો ને ક્ષમા આપજો

ઉપરાંત આ દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે અને જુની 

જનોઇ ઉતારી તેની જગ્યાએ નવિ જનોઇ ધારણ કરે છે શાસ્ત્રો અનુસાર જનોઈને  ધારણ કરનારની રક્ષા કરે છે સાથે સાથે ધારણ કરનારને નમ્ર બનાવે છે જનોઇ અંગેના નિયમો જે બ્રાહ્મણો પાળે છે તેની રક્ષા જનોઇ કરેજ છે

જનોઇ એ ત્રણ ત્રણના જુથમાં ગુથેલા નવ તાંતણા હોવાથી ત્રિસૂત્રી પણ કેહવાયછે જે  રુગવેદ યજુર્વેદ અને અથર્વવેદનૂ પ્રતીક છે

 સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન વધે અને તેમનું રક્ષણ થાય એ આ તેહવારનો મુખ્ય હેતુ છે આપણાં શાસ્ત્રોનું  માનીએ તો પોતાની પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ બહેન સમાન ગણવી  એટલે જ તો કહેવાયું છે ને કે જ્યાં સ્ત્રીઓ પુજાય  છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે

રક્ષાબંધનમાં વપરાતી સામગ્રીની પાછળ રહેલો મર્મ 

ચોખા 

  • ચોખા એટલે  અક્ષત અક્ષત અધુરું નહીં હોય એવું એટલે કે પુર્ણ આથી જ રક્ષાબંધનની વિધિ અધૂરી ન રહી જાય તે માટે કંકુનુ  તિલક કર્યા પછી  તેના પર ચોખા છોડાવવામાં આવે છે

શ્રીફળ 

  • શ્રી  એટલે માં લક્ષ્મી આથી જ ભાઇ બહેનનાં જીવનમાં લક્ષ્મી અને સમ્રુધ્ધિ આવે તે માટે થાળીમાં શ્રીફળ રાખવું જરૂરી છે

રાખડી 

  • જમણા હાથના કાંડા પર આવેલી નસ ઉપર દબાણ થવાથી સ્વાસ્થ્યને લગતી તકલીફો દૂર થાય છે આથી જ રાખડી ત્યાં બાંધવામાં આવે છે

મિઠાઈ  

  • સંબંધોમાં કડવાશ ના આવે અને સદાય મિઠાશ બની રહે તે માટે મિઠાઈ  ખવડાવીને એકબીજાનું મૉ મીઠું  કરાવાય છે દરેક શુભ પ્રસંગોમાં મિઠાઈ  રાખવાનો હેતુ પણ આજ છે

દિવો/આરતી 

  • દીવો પ્રગટાવતાં જ તેની આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે આથી જ રાખડી બાંધતી વખતે પેહલા દિવો  પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ  છેલ્લે બહેન ભાઇની આરતી ઉતારે છે એવા મનોભાવ સાથે કે જીવનમાં ક્યારેય નકારાત્મકતા નહીં પ્રવેશ

આ સંબંધ છે આપણો ભાઇ બહેનનો

ક્યારેય ખાટો ક્યારેય મીઠો 

ક્યારેય ગુસ્સો ક્યારેય મનામણાં

ક્યારેય રટતા ક્યારેય હસતાં

આ સંબંધ પ્રેમનો છે 

સોથી અલગ સોથી અનોખો 

Happy Rakshabandhan 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

Leave a Comment