ઉત્તર પ્રદેશ અને ઉતરાખંડમાં આવેલા પ્રખ્યાત ફરવા લાયક સ્થળો જે અમે તમને નીચે મુજબ જાણકારી આપીચુ અને તેના વિષે સુ ઇતિહાસ છે તે પણ નીચે જણા વેલો છે
ઉત્તર પ્રદેશ
લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની છે. ઐતિહાસિક શહેર તેમજ કથ્થક નૃત્યની જનકનગરી છે. બડા ઈમામવાડા, નવાબોની કબરો, ચિત્રવીથી, લખનઉ રેસિડન્સી, ભુલભુલૈયા, જવાહર ભવન તેમજ નવાબગંજ પક્ષી અભયારણ્ય જોવાલાયક છે.
અહિચ્છત્રઃ રામનગર પાસે આવેલું આ પૌરાણિક સ્થળ છે. પ્રાચીનકાળમાં તે ઉત્તર પાંચાલની રાજધાની હતું. પુરાતત્ત્વ વિભાગને આ સ્થળેથી 2500 જેટલા પ્રાચીન અવશેષો મળ્યા છે, જેમાં સાડા પાંચ કિમી લાંબો કોટ પણ મળી આવ્યો છે.
અયોધ્યાઃ આ શહેર શ્રીરામ જન્મભૂમિનું સ્થળ છે. આ નગરને સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક માનવામાં આવે છે.
પ્રયાગરાજઃ આ શહેર હિન્દુ ધર્મના લોકોનું તીર્થસ્થળ છે. અહીં પ્રયાગ પાસે ગંગા, યમુના તથા અદશ્ય સરસ્વતી નદીનું સંગમસ્થળ છે, જ્યાં કુંભમેળો ભરાય છે. અકબરકાલીન કિલ્લો, હનુમાન મંદિર, પાતાળપુરી મંદિર, દેવળ, અક્ષયવડ, પંડિત નેહરુનું જન્મસ્થળ ‘આનંદભવન’ તથા ખુશરૂ બાગ જોવાલાયક છે.
અલીગઢ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી આવેલી છે. આ ઉપરાંત અહીં તાળાં, ચપ્પુ, કાતર બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
આગરાઃ આ ઐતિહાસિક શહેર છે. અહીં લાલ કિલ્લો, દીવાને આમ, દીવાને ખાસ, મોતી મસ્જિદ, તાજમહલ, ઈ.સ. 1565નો આગરા ગઢ, ઈતમદ-ઉદ-દૌલાની સંગેમરમરની ક્બર, અકબરની કબર, જહાંગીરનો મહેલ વગેરે જોવાલાયક છે. ૦ કાનપુરઃ આ ઔદ્યોગિક શહેર છે. ચામડાં, ગરમ કાપડ, સુતરાઉ કાપડ તથા ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર છે. અહીં રાધાકૃષ્ણ મંદિર, જૈનોનું કાચનું મંદિર, ફૂલબાગ, પ્રાણીઉદ્યાન, નાનારાવ ઉદ્યાન, મોતી મહેલ, તાપેશ્વરી મંદિર જોવાલાયક છે.
કૌસાનીઃ આ શહેર હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે. હિમાલયનાં હિમાચ્છાદિત ઉત્તુંગ શિખરો વચ્ચે ખીણમાં આવેલ અદ્ભુત સૌંદર્ય સ્થળ છે.
ઝાંસીઃ આ શહેર રાણી લક્ષ્મીબાઈની સ્મૃતિ સાથે જોડાયેલું છે. અહીં સપ્તધાતુમાંથી બનાવેલી વીજળી તોપ, અષ્ટધાતુની ભવાનીશંકર તોપ તથા રાણી લક્ષ્મીબાઈનો પાંચ માળનો મહેલ જોવાલાયક છે.
દુધવાઃ લખીમપુર પાસે દુધવા નૅશનલ પાર્ક જોવાલાયક છે. દયાલબાગ રાધાસ્વામીની સમાધિ આવેલી છે તથા તે રાધાસ્વામી સંપ્રદાયનું કેન્દ્ર છે.
ફતેહપુર સીકરી આ ઐતિહાસિક શહેર છે. અહીં અકબરનો મહેલ, બુલંદ દરવાજો, રાણી જોધાબાઈનો મહેલ, શેખ સલીમ ચિશ્તીની દરગાહ, પંચમહેલ, હવામહેલ, બીરબલ ભવન વગેરે જોવાલાયક મુઘલ સ્થાપત્યો છે.
ફિરોઝાબાદઃ આ શહેર કાચની બંગડીઓ માટે વિખ્યાત છે. બરેલીઃ આ શહેર વિસ્કો ફૅક્ટરી, ફર્નિચર તેમજ પતંગની દોરી માટે જાણીતું છે.
મથુરા યમુના નદીના કિનારે આવેલું પ્રાચીન તીર્થ તથા ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપોનાં વિશાળ મંદિરો છે. આ નગરને સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક માનવામાં આવે છે. અહીં દર્શન, સ્નાન તથા નદી પૂજનનો મહિમા છે. કનખલ તીર્થ, રંગભૂમિ, સતી બુર્જ, કંસનો કિલ્લો તથા મથુરા શૈલીની શિલ્પકૃતિઓનું સંગ્રહાલય જોવાલાયક છે. અહીં ઑઇલ રિફાઇનરી આવેલી છે.
વારાણસી કાશી, બનારસ): હિન્દુઓનું અતિ પવિત્ર તીર્થોમાંનું એક છે. આ નગરને સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક માનવામાં આવે છે. કાશી વિશ્વનાથ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. અહીં દુર્ગા મંદિર, તુલસીમાનસ રામ મંદિર, ભારતમાતા મંદિર, રામનગર કિલ્લો, બનારસ હિન્દુ વિદ્યાપીઠ અને સંગ્રહાલય જોવાલાયક છે.
શ્રાવસ્તી: બૌદ્ધ ધર્મીઓનું પવિત્ર યાત્રાધામ છે.
સારનાથઃ પ્રાચીન બૌદ્ધ તીર્થ છે. અહીં સમ્રાટ અશોકનો શિલાલેખ તથા પ્રસિદ્ધ સ્તંભ આવેલાં છે. શિલાલેખ તથા સ્તૂપનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રમુદ્રા જેના આધારે સ્વીકાર પામી છે તે સિંહરૂપ શિરોભાગ સંગ્રહાલયનો એક ભાગ છે, જાપાની બૌદ્ધ સંગ્રહાલય છે. જૂની શૈલીનું ભવ્ય બૌદ્ધ મંદિર જોવાલાયક છે
ઉત્તરાખંડ
દેહરાદૂનઃ ઉત્તરાખંડની રાજધાની છે. અહીં ભારતીય મિલિટરી ઍકેડેમી, રાજાજી નૅશનલ પાર્ક તથા જંગલ સંશોધન કેન્દ્ર જોવાલાયક છે. અહીં સર્વે ઑફ ઇન્ડિયા તથા તેલ અને કુદરતી વાયુ પંચનું મુખ્ય કેન્દ્ર છે.
ગૈરસેણ : ઉત્તરાખંડનું ગ્રીષ્મકાલીન પાટનગર છે.
અલ્મોડાઃ હિમાલયમાં આવેલું 1650 મીટર ઊંચાઈ પર વસેલું પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું ગિરિનગર છે. અહીં કાસરદેવી મંદિર, મોહન જોશી ઉદ્યાન, હરણ ઉદ્યાન, સંગ્રહાલય તથા કાલીનાથ જોવાલાયક સ્થળો છે.
ઉત્તર કાશીઃ આ પ્રચલિત ગિરિમથક, યાત્રાધામ તથા માઉન્ટેનિયરિંગ કેન્દ્ર છે.
કેદારનાથઃ આ હિન્દુ ધર્મના યાત્રાળુઓનું તીર્થક્ષેત્ર છે. કેદારનાથ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક તથા ચારધામ પૈકીનું એક છે. અહીં મંદાકિની નદીનું ઉદ્ગમસ્થળ, આદિ શંકરાચાર્યની સમાધિ જોવાલાયક છે. ગંગોત્રી ગંગા નદીનું ઉદ્ભવસ્થાન છે. ગંગામૈયાનું મંદિર, ગરમ પાણીના ઝરા, ગોમુખ વગેરે પવિત્ર સ્થળો છે.
નૈનીતાલઃ કુમાઉ પર્વતમાળામાં વસેલું ગિરિનગર છે. અહીં આવેલાં નૈની સરોવર પરથી આ ગિરિનગરનું નામ ‘નૈનીતાલ’ પડ્યું છે. અહીં સ્નો-વ્યૂ પૉઇન્ટ, જવાહર શિખર વગેરે જોવાલાયક છે. અહીંથી હિમાલયદર્શન અદ્ભુત છે.
Gujarati Masterji Home Page Click Here