India Post GDS Recruitment 2024: ભારતીય પોસ્ટ વિભાગમાં દર વર્ષે બહાર પડતી ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની લાખો લોકો રાહ જોતા હોય છે. પોસ્ટ વિભાગે આ વર્ષની ગ્રામીણ પોસ્ટ સેવક ભરતીની જાહેરાત કરી દીધી છે. અહેવાલ અનુસાર આ ભરતી અભિયાનમાં 30 હજારથી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી 15 જુલાઈથી શરૂ થશે. અરજી પોસ્ટ વિભાગની વેબસાઇટ indiapost.gov.in પર જઈને કરવાની રહેશે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ (GDS/PCC/PAP) રવિ પહવાના કાર્યાલય તરફથી ચીફ પોસ્ટમાસ્ટર જનરલ અને જનરલ મેનેજર, સીઈપીટી બેંગલુરુ/હૈદરાબાદ યુનિટને નિર્દેશ જાહેર કર્યા છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, જીડીએસ ઓનલાઇન એંગેજમેન્ટ, શેડ્યુલ 2024 અંતર્ગત જુલાઈના બીજા સપ્તાહમાં ભરતી નોટિફિકેશન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ક્રમમાં નિર્ધારિત સમય મર્યાદાની અંદર તમામ ડિવિઝન દ્વારા ડેટા એન્ટ્રી, વેકન્સી ફ્રિઝિંગ, ડેટા એન્ટ્રી રી-ચેકિંગ અને પછી નોટિફિકેશન જાહેર કરવા જેવા કાર્યો પૂર્ણ કરવામાં આવશે. તેમાં કહેવાયું છે કે, ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન 15 જુલાઈએ જાહેર કરવામાં આવશે.
India Post GDS Recruitment 2024
પોસ્ટનું નામ | India Post GDS |
લાયકાત | ધોરણ 10 પાસ |
અરજી કરવાની તારીખ | 15/07/2024 |
છેલ્લી તારીખ | 05/08/2024 |
Website | https://indiapostgdsonline.gov.in/ |
ભારતીય ડાક વિભાગ ભરતી
ભારતીય પોસ્ટ વિભાગ દર વર્ષે બહાર પાડતી ગ્રામીણ ડાક સેવકની ભરતીની લાખો ઉમેદવારો રાહ જોઈને બેઠા હોય છે. પોસ્ટ વિભાગ આ વર્ષની ગ્રામીણ ડાક સેવક ભરતીની જાહેરાત કરી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ભરતીમાં કુલ 44228 જગ્યાઑ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 15 જુલાઇ 2024 થી શરૂ થશે. અને તે તેમની ઓફિશિયલ વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ પર અરજી કરવાની રહેશે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ના કાર્યાલય તરફથી પોસ્ટ માસ્ટર જનરલ અને જનરલ મેનેજર બેંગલોર દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.
જુલાઈના બીજા સપ્તાહમાં ભરતી નોટિફિકેશન જાહેર કરવા આવશે
નિર્દેશ કરવામાં આવેલ શેડયુંઅલ મુજબ 2024 અંતર્ગત જુલાઇના બીજા સપ્તાહમાં ભરતી માટેના નોટિફિકેશન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ક્રમ નિર્ધારિત સમય મર્યાદાની અંદર તમામ ડિવિઝન દ્વારા ડેટા એન્ટ્રી, વેકેન્સી ફ્રીઝિંગ, ડેટા એન્ટ્રી રી-ચેકિંગ અને પછી નોટિફિકેશન જાહેર કરવા જેવા કર્યો પૂર્ણ કરવામાં આવશે. તેમ કહેવાયું છે. ગ્રામીણ પોસ્ટ સેવકની જગ્યા પર ભરતી માટેનું નોટિફિકેશન 15 જુલાઇ 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. જેથી 15 જુલાઇ 2024 થી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે.
લાયકાત
આ પોસ્ટ માટેની જગ્યા માટે ઉમેદવારની લાયકાત માન્યતા પ્રાપ્ત કરેલ બોર્ડમાથી ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવા જોઈએ. તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને સાઇકલ ચલાવવાનું જ્ઞાન હોવું જોઈએ. આ સિવાય ઉમેદવારની ઉમર 18 થી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. તેમજ અનામત ધરાવતા ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ મળવા પાત્ર છે. જેથી ઉમેદવારોને વધુ ઉમરમાં પણ અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
આ ભારતીય ડાક વિભાગ ભરતી 2024 આવી છે તેમાં ઉમેદવારોની પસંદગી ધોરણ 10 ના મેરીટ આધારિત કરવામાં આવે છે. તે ઉપરાંત કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવતી નથી. જે ઉમેદવારનું નામ મેરીટમાં આવે છે તેમને ડૉક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવે છે. અને તેમને નોકરી આપવામાં આવે છે.
પગાર ધોરણ ગ્રામીણ પોસ્ટ સેવકનો પગાર
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
---|---|
BPM (બ્રાન્ચ પોસ્ટ માસ્ટર) | 12000 – 29380 |
ABPM / ડાક સેવક | 10000 – 24470 |
ભારતીય પોસ્ટમાં કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો કે તમે આ પોસ્ટ માટે લાયકાત ધરાવો છો કે નહીં.
- હવે તમે પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ પર જાઓ.
- ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન પર જવાનું રહેશે.
- હવે અહી તમે જરૂરી માહિતી દાખલ કરો.
- હવે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ Apply Online પર જવાનું રહેશે.
- અરજી ફોર્મ ચકાસણી કરીને તમામ માંગવામાં આવેલ માહિતી ભરી દો.
- ત્યાર બાદ સબમિટ કરી દો.
- હવે ઓનલાઈન મધ્યમથી અરજી ફી ભરી દો.
- ભવિષ્યના અનુસંધાને તમારી અરજી અને ફીની પ્રિન્ટ આઉટ કાઢી લો.