GPSC DYSO Dy Mamlatdar Exam Date: જીપીએસસી દ્વારા ડીવાયએએસ અને મામલતદાર ભરતી માટે પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પગલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 28 ઓગસ્ટ 2024થી શરૂ થનાર નાયબ સેક્સન અધિકારીની લેખીત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે જીપીએસસી દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.
GPSC Exam Date
IMPORTANT NOTICE REGARDING THE NEW DATES OF THE MAINS WRITTEN EXAMINATION, ADVT. NO. 42/2023-24, DEPUTY SECTION OFFICER / DEPUTY MAMLATDAR, CLASS-3 https://t.co/FgnpwU3ewA
— GPSC (@GPSC_OFFICIAL) August 31, 2024
પોતાના ટ્વીટર હેન્ડલ એક્સ ઉપર આજે મંગળવારે નોટિફિકેશન જાહેર કરીને પરીક્ષા રદ્દની માહિતી આપવામાં આવી હતી. નોટિફિકેશન પ્રમાણે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરાત ક્રમાંક 42/2023-24, નાયબ સેક્શન અધિકારી-નાયબ મામલતદાર, વર્ગ-3ની તારીખ 28 ઓગસ્ટ 2024થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન પ્રસ્તાવિત મુખ્ય લેખિત પરીક્ષા રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદ અને તેના કારણે ઉદ્દભવેલ પરિસ્થિતી તેમજ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા સદરહુ મુખ્ય લેખિત પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે.