Papaya Benefits: પપૈયું એક એવું ફળ છે, જેમાં અઢળક પોષક તત્વો મળી આવે છે. જેમાં વિટામિન C, B, E, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, એન્ટી ઑક્સિડેન્ટ સહિતના તત્વો હોય છે. ખાસ કરીને પેટ સબંધિત સમસ્યા માટે પપૈયું અમૃત સમાન ગણાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, વહેલી સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી વધારે ફાયદો થાય છે.
Papaya Benefits: એમ જ નથી કહેવાતું પપૈયાને ‘અમૃત’ સમાન, પપૈયા ખાવાના અનેક ફાયદા
Updated On:

WhatsApp Group
Join Now
Papayaમાં ફાઈબરનું પ્રમાણ વધારે અને કેલરી ઘણી ઓછી હોય છે. આથી પપૈયું ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. પપૈયામાં પોટેશિયમ, ફાઈબર અને વિટામિન જેવા તત્વો કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવા ઉપરાંત બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદરૂપ થાય છે. જેના કારણે હાર્ટ સબંધિત સમસ્યાનો ખતરો ટળી જાય છે.
લૉ સુગર અને હાઈ ફાઈબર વાળું આ ફળ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. જેથી ડાયાબિટીશના દર્દીઓ માટે Papaya ફાયદેમંદ છે. પપૈયામાં રહેલ કુદરતી એન્જાઈમ અને એન્ટી ઑક્સિડેન્ટ સ્કિનમાંથી મૃત કોશિકાઓને હટાવવા અને કરચલીઓને દૂર કરે છે.
દરરોજ સવારે ભૂખ્યા પેટે Papaya ખાવાથી આંતરડા સાફ થાય છે. જે લોકોને કબજીયાતની સમસ્યા હોય, તેમણે દરરોજ એક વાટકો પપૈયું ખાવાની આદત પાડવી જોઈએ. ખાલી પેટ પપૈયું ખાવાથી પાચન શક્તિ સુધરે છે.
Papayaમાં રહેલ લાઈકોપીન જેવા એન્ટી ઑક્સિડેન્ટ કેન્સર કોશિકાઓના વિકાસને અટકાવે છે. ઑક્સિડેટીવ તણાવ ઓછો થતાં કેન્સરનો ખતરો ટળે છે. આ ઉપરાંત Papayaમાં રહેલ કેરોટીન મહિલાઓના પીરીયડ નિયમિત કરવામાં મદદ કરે છે.