NMMS Scholarship 2025: મઘ્યમવર્ગીય અને દુર્બળ આર્થિક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન આપવા માટે યોજના

By admin

Published On:

Follow Us
NMMS Scholarship 2025 મઘ્યમવર્ગીય અને દુર્બળ આર્થિક પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન આપવા માટે યોજના
WhatsApp Group Join Now

NMMS Scholarship 2025: સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે ગુણાત્મક શિક્ષણ માટે અનેક સરકારી યોજનાઓ અમલમા છે. ખાસ કરીને નબળા અને પછાત વર્ગ ના વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે સારુ શિક્ષણ મેળવી શકે તે માટે ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવે છે. આવી જ એક શિષ્યવૃતિ યોજના એટલે NMMS Scholarship યોજના. આ યોજના અંતર્ગત મેરીટ મા આવનાર વિદ્યાર્થીને ધોરણ 9 થી 12 સુધીમા રૂ. 48000 શિષ્યવૃતિ આપવામા આવે છે. વર્ષ 2025 માટે NMMS પરીક્ષાનુ નોટીફીકેશન આવી ગયુ છે.

NMMS Scholarship 2025

યોજનાનુ નામનેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ
NMMS
ફોર્મ ભરવાની તારીખ01-2 01-2025 થી 11-01-2025
મળતી શિષ્યવૃતિ4 વર્ષ સુધી દર મહિને રૂ.1000
પરીક્ષા ફીનિયમાનુસાર
પરીક્ષા તારીખ16-02-2025
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org

NMMS નોટીફીકેશન 2025

વર્ષ 2025 મા લેવાનારી NMMS પરીક્ષા માટેનુ ડીટેઇલ નોટીફીકેશન રાજય પરીક્ષા બોર્ડ તરફથી બહાર પાડવામા આવ્યુ છે. જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

પાત્રતા ધોરણો

  • NMMS પરીક્ષા માટે રાજયની સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
  • વિદ્યાર્થી ચાલુ વર્ષે ધોરણ 8 મા અભ્યાસ કરતા હો તે જ ફોર્મ ભરી શકે છે.
  • એસ.સી. અને એસ.ટી. કેટેગરી ના વિદ્યાર્થીએ ધોરણ 7 મા ઓછામા ઓછા 50 % ગુણ મેળવેલા હોવા જોઇએ.
  • જનરલ અને ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ઓછામા ઓછા 55 % ગુણ મેળવેલા હોવા જોઇએ.

આવક મર્યાદા અને પરીક્ષા ફી

NMMS પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે આવક મર્યાદા નિયત કરવામા આવેલી છે. જેમા વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક રૂ. 350000 થી વધુ ના હોવી જોઇએ. આ બાબતનો આવકનો દાખલો જોડવાનો રહેશે.

આ પરીક્ષા માટે પરીક્ષા ફી નીચે મુજબ નિયત કરવામા આવેલી છે.

  • જનરલ, ઓ.બી.સી. અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ એ પરીક્ષા ફી રૂ.70 ચૂકવવાની રહેશે.
  • એસ.સી. , એસ.ટી. અને પી.એચ. કેટેગરીના વિદ્યાર્થીઓ એ પરીક્ષા ફી રૂ.50 ચૂકવવાની રહેશે.

NMMS પરીક્ષા પેટર્ન અને મેરીટ પ્રોસેસ

NMMS શિષ્યવૃતિ યોજના માટેની પરીક્ષા તા. 16-02-2025 ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા માટે કુલ 190 ગુણનુ પ્રશ્ન પત્ર હોય છે. જેમા કુલ 180 મીનીટ એટલે કે 3 કલાકનો સમય આપવામા આવે છે. જેમા નીચે મુજબ ના પ્રશ્નો હોય છે.

  • MAT બૌધિક યોગ્યતા કસોટી : ૯૦ પ્રશ્નો
  • SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી : ૯૦ પ્રશ્નો

પરીક્ષા બાદ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા મેરીટ લીસ્ટ તૈયાર કરવામા આવે છે. આખા રાજયનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીઓનો છે. એટલે કે મેરીટ મુજબ 5097 વિદ્યાર્થીઓનો શિષ્યવૃતિ માટે સમાવેશ કરવામા આવે છે.

NMMS Form Online Apply

NMMS પરીક્ષાનુ ફોર્મ ઓનલાઇન ભરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://www.sebexam.org ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા Apply Online ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા NMMS માટેનો વિકલ્પ સીલેકટ કરો.
  • હવે તમારી સામે NMMS માટેનુ ફોર્મ ખુલી જશે.
  • આ ફોર્મ મા માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો અને માંગવામા આવેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફાઇનલ સબમીટ આપી ફોર્મ ની ઓનલાઇન પ્રીન્ટ કાઢી લો અને પરીક્ષા ફીનુ ઓનલાઇન પેમેન્ટ કરો.
  • ત્યારબાદ તમારુ આ ફોર્મ અન્ય જરૂરી ડોકયુમેન્ટ સાથે જમા કરાવી દો.
નોટીફીકેશનઅહિં ક્લીક કરો
ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment